સંવિધાન બચાવોના ધરણાં : 17-02-2020
બંધારણના ઘડવેયા ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી આપ્યા બાદ સંવિધાન બચાવોના ધરણાં કાર્યક્રમમાં અખિલ ભારતીય કોંગ્રેસના ગુજરાતના સંગઠન પ્રભારીશ્રી રાજીવ સાતવજી એ જણાવ્યું હતું કે, આ દેશમાંથી દલિત, આદિવાસી, ઓબીસી કે સામાજિક આર્થિક રીતે પાછળ રહી ગયેલાઓને અનામતનો લાભ ન મળે એવી ભાજપા તથા આર.એસ.એસ. નો માનસિક્તા રહી છે. અનામત સમાપ્ત કરવાની ભાજપ-આરએસએસ દ્વારા સતત માંગ ઉઠાવી રહ્યા છે. જેનો વિરોધ કોંગ્રેસ પક્ષ દ્વારા પૂરી તાકાતથી થઈ રહ્યો છે. બાબા સાહેબ આંબેડકરનું સપનું હતું કે, શોષિત સમાજના લોકોને સમાન તકો મળે અને એના માટે ડૉ. બાબા સાહેબ આંબેડકર દ્વારા જે બંધારણ બન્યું જે અનામત આપણા નેતાઓએ આપ્યુ તે અનામતને સમાપ્ત કરવા માટેનો એજન્ડા ભાજપ દ્વારા રાખવામાં આવ્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો