સંઘની વિચારધારા વિશ્વમાં ઇસ્લામિક રાજ સ્થાપવા માગતા મુસ્લિમ બ્રધરહુડ જેવી: રાહુલ
– જર્મની, બર્લિન બાદ રાહુલે બ્રિટનની મુલાકાત લીધી
– ભાજપ- RSS ભારતના નાગરીકોમાં નફરત ફેલાવી ભાગલા પાડવા માગે છે: કોંગ્રેસ પ્રમુખ
– સંઘ ભારતની પ્રકૃત્તિને જ બદલવા માગે છે, અર્થતંત્રની ઘોર ખોદનારી નોટબંધી પણ સંઘની જ ઉપજ છે તેવો આરોપ
– મોદીના હાથમાં જ બધી સત્તા, સુષમા સ્વરાજ વિદેશ પ્રધાન હોવા છતા માત્ર વિઝા ઇશ્યુ કરવા જેવા કામ કરે છે
– દોકલામ મોદી સરકાર માટે માત્ર ઇવેન્ટ, હજુ પણ સરહદે ચીની સૈનિકો છે તેવો દાવો : લંડનની સંસદના ગ્રાન્ટ કમિટી રૂમને સંબોધનારા રાહુલ પહેલા વિપક્ષ નેતા
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી જર્મની, બર્લિન બાદ હવે બ્રિટન આવ્યા હતા. બ્રિટનની રાજધાની લંડનમાં તેઓએ આરએસએસ પર ખુબ પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે આરએસએસ ભારતની શૈક્ષણીક તેમજ અન્ય સંસ્થાઓ પર કબજો કરવા માગે છે. બાદમાં રાહુલે આરએસએસની સરખામણી અરબ દેશોના મુસ્લિમ બ્રધરહુડ સંગઠન સાથે કરી હતી.
રાહુલે આરોપ લગાવ્યો હતો કે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ (આરએસએસ) મુસ્લિમ બ્રધરહુડ જેવી જ વીચારધારા ધરાવે છે. સંઘ ભારતની પ્રકૃત્તિને બદલવા માગે છે. ભારત ત્યારે જ સફળ થયો છે જ્યારે સત્તા વિકેંદ્રીકૃત થઇ હતી. છેલ્લા ચાર વર્ષમાં જોકે ઉલટા સત્તાનું કેન્દ્રીકરણ થયું છે જેને પગલે મુઠ્ઠીભર લોકોના હાથમાં દેશ આવી ગયો છે.
https://www.gujaratsamachar.com/news/national/muslim-brotherhood-like-the-ideology-of-the-league-who-wanted-to-establish-islamic-rule-in-the-world-rahul