શ્રી લક્ષ્મણ આગઠને શ્રધ્ધાંજલી : 08-02-2017
સેવાદળના મુખ્ય સંગઠક અને કોંગ્રેસપક્ષના વરિષ્ઠ આગેવાનશ્રી લક્ષ્મણભાઈ આગઠના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષ નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, સ્વ. લક્ષ્મણભાઈ આગઠ સેવાદળના સૈનિક કાર્યકર તરીકે કારકિર્દી શરૂ કરીને વરિષ્ઠ પદાધિકારી સુધી સફળ જવાબદારી સંભાળી હતી. બૃહદ જુનાગઢ-પોરબંદર જીલ્લાના રાજકીય અને સામાજીક જીવનના મોભી પૂર્વ ધારાસભ્યશ્રી, પોરબંદર જીલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી તથા સમસ્ત મેર સમાજના પૂર્વ પ્રમુખશ્રી લક્ષમણભાઈ આગઠ નું દુઃખદ અવસાન થયુ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો