શ્રી રાહુલ ગાંધી પર થયેલ હુમલાના વિરોધમાં પ્રદર્શન

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી પરના આ હૂમલા, કાયરતાપૂર્ણ કૃત્યને સખત શબ્દોમાં વખોડે છે અને સમગ્ર ઘટના અંગે રાજ્ય સરકાર દ્વારા તાકીદે ન્યાયિક તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગણી સાથે, રાજ્યના ૩૩ જિલ્લા આઠ મહાનગરમાં ઉગ્ર દેખાવો, રેલી, ધરણાં, પ્રદર્શન અને પૂતળાદહન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા કોંગ્રેસ, યુવક કોંગ્રેસ સહીતના કાર્યકરો-આગેવાનો જોડાઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો. અનેક શહેર જિલ્લામાં કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ભાજપ સરકારના ઈશારે ગુંડાગર્દીની સામે ઠેર ઠેર રસ્તા રોકો, ઉગ્ર સૂત્રોચ્ચાર, દેખાવો સહિત પૂતળાદહનના રાજ્યવ્યાપી કાર્યક્રમ બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના પૂરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવેલા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સમગ્ર દેશના લોકલાડીલા નેતાશ્રી રાહુલ ગાંધી ઉપર થયેલો હૂમલો એ લોકશાહી ઉપરનો હૂમલો છે.