શ્રી રણદીપસિંહ સુરજેવાલા, શ્રી શક્તિસિંહ ગોહિલ, સયુંક્ત પત્રકાર પરિષદ : 29-07-2017
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મીડીયા ઈન્ચાર્જશ્રી રણદીપસિંહ સુરજેવાલા, રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્યશ્રી શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્યશ્રી પુનાભાઈ ગામીત, શ્રી મંગલભાઈ ગાવીત, શ્રી ઈશ્વરભાઈ પટેલ, શ્રી આનંદભાઈ ચૌધરી સયુંક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આઝાદી પછી વર્તમાન ભાજપ સરકારમાં ભારતની લોકશાહી સૌથી ખતરનાક તબક્કામાંથી પસાર થઈ રહી છે. “આયારામ-ગયારામ, તોડ-ફોડ, હેર-ફેર અને જનમતની લૂંટ” એ જ ભાજપનો ચાલ, ચહેરો અને ચરિત્ર બની ગયો છે. લોકશાહીની ખુલ્લેઆમ હત્યા અને નિલામી સામાન્ય વાત બની ગઈ છે અને પ્રજાએ આપેલા જનમતને લૂંટીને સત્તાના અહંકારને નવી ઓળખ ભાજપે બનાવી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો