શ્રી મોદી સરકારમાં ગુજરાત અને ગુજરાતીઓને વધુ એક તમાચો-અન્યાય : 13-01-2017

  • શ્રી મોદી સરકારમાં ગુજરાત અને ગુજરાતીઓને વધુ એક તમાચો-અન્યાય રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા ગુજરાતની કચેરી રૂા. ૫૦૦-૧૦૦૦ ની નોટ બદલી આપતી નથી.

રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા ગુજરાતની કચેરી રૂા. ૫૦૦-૧૦૦૦ ની નોટ બદલી આપતી નથી. શ્રી મોદી સરકારમાં ગુજરાત અને ગુજરાતીઓને વધુ એક તમાચો-અન્યાય થઈ રહ્યો છે ત્યારે ભાજપ સરકારનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યપ્રધાન તરીકે વર્ષ ૨૦૦૧ થી ૨૦૧૪ સુધી સતત ગુજરાતને અન્યાયની બૂમ પાડનાર હાલના વડાપ્રધાનના ૩૦ મહિનાના નેતૃત્વ ગુજરાત અને ગુજરાતીઓને વધુ એક તમાચો-અન્યાયના ભાગરૂપે આર.બી.આઈ. ગુજરાત એકમ દ્વારા રૂા. ૫૦૦ – રૂા. ૧૦૦૦ ની નોટો બદલવાની ના પાડીને હજારો ગુજરાતીઓને અન્યાય કરવામાં આવ્યો છે. ત્યારે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા દ્વારા રૂા. ૫૦૦ અને રૂા. ૧૦૦૦ ની નોટ બદલીનો ઈન્કાર ગુજરાત અને ગુજરાતીઓને સણસણતો તમાચો છે. કેન્દ્રનો ગુજરાતની જનતાને અન્યાયની બૂમરાળ મચાવીને મતની ખેતી કરનાર પ્રધાનમંત્રીનું પદ મેળવતા શ્રી નરેન્દ્ર મોદી તેમના ૩૦ મહિના શાસનમાં ગુજરાત અને ગુજરાતીઓને અન્યાય કરી રહ્યાં છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note