શ્રી જગદીશભાઈ ઠાકોરનું નિવેદનને તોડી મરડીને રજુ કરવામાં આવ્યું છે. : 22-07-2022

દેશના સંશાધનો, તિજોરી ઉપર ગરીબ સામાન્ય નાગરિકોનો હક્ક છે, શોષિત વંચિતોનો હક્ક છે, લુટારા – મળતીયાઓનો નહી તેવા સ્પષ્ટ પ્રત્યાઘાત સાથે રાજીવ ગાંધી ભવન ખાતે ખાસ પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ નિમાયા તે સંદર્ભ અમદાવાદમાં એક સદભાવના સંમેલનની અંદર વક્તાઓની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશભાઈ ઠાકોરે જે નિવેદન કર્યું અને તે સંદર્ભે ભાજપ અને ચોક્કસ લોકોએ એને તોડી મરડીને પ્રજા સમક્ષ રજુ કર્યું અને એના પછી ભાજપના લોકોએ ગઈ કાલે રાત્રે અહિંયા એજ મુદ્દો ફરી પાછો ચગાવવા માટે કોંગ્રેસ પક્ષના કાર્યાલયના દિવાલ ઉપર પ્રદુષણ કરવાનું જે કામ કર્યું એ સંદર્ભે અમારે એટલું જ કહેવાનું છે કે, શ્રી જગદીશભાઈ ઠાકોરનું નિવેદનને તોડી મરડીને રજુ કરવામાં આવ્યું છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD PRESSNOTE_22-7-2022