શ્રી ઈરશાદ બેગ મિરઝાની નાદુરસ્ત તબિયત હ્રદયની શસ્ત્રક્રિયા : 31-08-2017
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મંત્રી અને પૂર્વ સાંસદશ્રી ઈરશાદ બેગ મિરઝાને હ્રદયની તકલીફને કારણે એપેક્ષ હાર્ટ હોસ્પિટલ અમદાવાદના નિષ્ણાંત તબીબો ડૉ. તેજસ પટેલ અને ડૉ. મેહુલ શાહ દ્વારા હ્રદયની શસ્ત્રક્રિયા તા. ૨૧/૮/૨૦૧૭ સફળતાપૂર્વક કરવામાં આવી હતી. શ્રી ઈરશાદ બેગ મિરઝાની નાદુરસ્ત તબિયત હ્રદયની શસ્ત્રક્રિયાના સમાચાર જાણી કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલ, પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા સહિતના મહાનુભાવોએ તાત્કાલિક હોસ્પિટલ જઈને ખબર અંતર પૂછ્યા હતા અને તાત્કાલિક સાજા થાય તેવી શુભકામના પાઠવી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો