શ્રી આર.પી.એન. સિંઘ એ આજ રોજ રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન : 07-12-2017
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી આર.પી.એન. સિંઘ એ આજ રોજ રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ના શાસનમાં સમગ્ર દેશમાં અને ગુજરાતના નાગરિકો જે અત્યાચાર, અન્યાય ને ઝુલમ ઉઠાવી રહી છે. તેથી દેશની અને અત્યારના સમયમાં ગુજરાતની જનતાએ થોડા દિવસો બાદ આવનાર ચૂંટણીમાં ભાજપને ઘેર ભેગી કરી પોતાના પર થયેલ અત્યાચાર, અન્યાયનો જવાબ આપવાનું નક્કી કરી લીધું છે. આ સમગ્ર ઘટના ભાજપ જાણે છે છે કે, આ સમયે ગુજરાતમાં ભાજપની હાર નજીક છે. તે છતાં પોતાનું ઘમંડ ન છોડતા ૧૫૦ સીટોની વાતો કરીને ગુજરાત અને દેશની જનતાને ભ્રમિત કરી ગેરમાર્ગે દોરી રહી છે. જે ખૂબ શરમજનક વાત છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો