શ્રી અહેમદભાઈ પટેલ, રાજ્યસભામાં આપેલ વક્તવ્ય : 28-04-2016
શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને સાંસદશ્રી અહમદભાઈ પટેલે રાજ્યસભામાં દેશમાં પ્રવર્તતી દુષ્કાળની પરિસ્થિતિનો મુદ્દો ઉઠાવીને જણાવ્યું હતું કે, દુષ્કાળ એ કેન્સરના રોગ જેવો છે. સમય જતાં તેના ગંભીર પરિણામો સામે આવે છે. તેમણે જણાવ્યું હતું કે, ૩૦ કરોડ જેટલા લોકો છેલ્લાં એક વર્ષ કરતાં વધારે સમયથી પાણીની તંગીને લીધે દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ખુદ કેન્દ્રિય જળ સંશાધન મંત્રીઓ ૧૭ એપ્રિલ, ૨૦૧૬ ના રોજ એક ટીવી ચેનલ ઉપર જણાવ્યું હતું કે, “દુષ્કાળ એક એવી ઘટના છે જેના વિષે અગાઉથી આયોજન કરવાનું અર્થહીન છે” હકીકતમાં તો આ સરકાર ઘા ઉપર મીઠું ભભરાવવાના ઉદ્યમમાં જ નિપુણ છે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો