શ્રી અશોક ગેહલોતજી અને શ્રી ભરતસિંહ સોલંકી ચૂંટણીલક્ષી પ્રવાસ (દિવસ ૨)

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી અને પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી સયુંક્ત રીતે દક્ષિણ ગુજરાતના ચૂંટણીલક્ષી પ્રવાસ શરૂ કર્યા છે. ગુજરાતના વિધાનસભાની ૨૦૧૭ ની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષે વ્યૂહાત્મક કામગીરી શરૂ કરી છે. પ્રવાસના બીજા દિવસે સુરત અને તાપી જીલ્લા ની કારોબારી બેઠક, સુરત અને તાપી જીલ્લા ના સંભવિત ઉમેદવાર, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના સભ્યો સાથે બેઠક, સુરત શહેર સંગઠન બેઠક, સુરત શહેરના સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં શ્રી અશોક ગેહલોત અને શ્રી ભરતસિંહ સોલંકીએ ચુંટણી લક્ષી માર્ગદર્શન આપ્યું હતું. તથા બારડોલી ખાતે જૈન મુની શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજના મુલાકાત લઇ આશીર્વાદ લીધા હતા