શ્રી અશોક ગેહલોતજી અને શ્રી ભરતસિંહ સોલંકી પ્રવાસ કાર્યક્રમ : 04-07-2017
નવસર્જન ગુજરાત-૨૦૧૭ નું સ્વપ્ન સાકાર કરવા આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પૂર્વ મુખ્યમંત્રીશ્રી અશોક ગેહલોતજી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી તથા એ.આઈ.સી.સી. ના મંત્રી અને દક્ષિણ ગુજરાતના પ્રભારીશ્રી હર્ષવર્ધન સપકાલ તા. ૫મી જૂલાઈ થી ૭મી જૂલાઈ એમ ત્રણ દિવસ માટે સુરત શહેર અને જિલ્લો, તાપી જિલ્લો, વલસાડ જિલ્લો, ડાંગ જિલ્લો તથા નવસારી જીલ્લામાં આવતી વિધાનસભા મતવિસ્તારના નિરીક્ષકશ્રી, જીલ્લા નિરીક્ષકશ્રીઓ, જીલ્લા સમિતિના પદાધિકારીશ્રીઓ, જીલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, તાલુકા/શહેર પ્રમુખશ્રીઓ, જે તે વિધાનસભામાં આવતા પ્રદેશ અગ્રણીશ્રીઓ તેમજ સ્થાનિક કક્ષાના કોંગ્રેસ અગ્રણીશ્રીઓ અને વિવિધ ક્ષેત્રના આગેવાનો સાથે લોકસંપર્ક બેઠક કરશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો