શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાને પંજાબના માળવા ક્ષેત્રની ૨૫ વિધાનસભા બેઠકના નિરિક્ષક તરીકે જવાબદારી : 29-01-2022
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીએ પંજાબની વિધાનસભા ચૂંટણીને અનુસંધાને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતાશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાને પંજાબના માળવા ક્ષેત્રની ૨૫ વિધાનસભા બેઠકના નિરિક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત કોંગ્રેસના આગેવાનોને આગામી પાંચ રાજ્યોની ચૂંટણીમાં વિવિધ મહત્વની જવાબદારી સોંપવામાં આવી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો