શ્રી અરૂણ જેટલીને એક પત્ર દ્વારા એક્સાઈઝ ડ્યૂટી પરત કરવાની માંગ : 05-04-2016
કેન્દ્ર સરકારે જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ પર લાદેલ એક્સાઈઝ ડ્યૂટીના સંદર્ભમાં ગુજરાતના સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીના રાજકીય સચિવ શ્રી અહમદ પટેલે કેન્દ્રિય નાણાંપ્રધાન શ્રી અરૂણ જેટલીને એક પત્ર દ્વારા એક્સાઈઝ ડ્યૂટી પરત કરવાની માંગ કરતા જણાવ્યું હતું કે, જ્વેલરી ઉદ્યોગ માટે એક્સાઈઝ ડ્યૂટી લાદવાના નિર્ણય નુક્શાનકારક છે. કેન્દ્ર સરકારે ઈનપુટ વગર ૧ ટકો અને ઈનપુટ ક્રેડિટ સાથે ૧૨.૫ ટકા એક્સાઈઝ ડ્યૂટી લાદી છે. આ નિર્ણયને પગલે જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ ઉપર નભતા ૧ કરોડથી વધારે કારીગરો અને સોનીઓને ગંભીર ફટકો પડ્યો છે. એક અંદાજ મુજબ જ્વેલરી ઉદ્યોગ સરકારને વર્ષે રૂપિયા ત્રીસ હજાર કરોડનો વેરો ભરે છે અને ૧ કરોડ જેટલા લોકોને સીધી રોજગારી અને ૬ કરોડ જેટલાં લોકોને પરોક્ષ રોજગારી પૂરી પાડે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો