શ્રી અમિત ચાવડાએ વિધાનસભા ગૃહમાં બજેટ સત્રમાં મહામહિમ રાજ્યપાલશ્રીના પ્રવચન : 06-03-2021

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને આંકલાવ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમિત ચાવડાએ વિધાનસભા ગૃહમાં બજેટ સત્રમાં મહામહિમ રાજ્યપાલશ્રીના પ્રવચન પર વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ, સૌ ધારાસભ્યો મહામહીમ રાજ્યપાલશ્રીને મળ્યા હતા, સૌની માંગણી હતી કે રાજ્યપાલશ્રીનું પદ તટસ્થ અને પક્ષાપક્ષીથી દૂર છે અને એ પદ પર બિરાજમાન વ્યક્તિ જયારે વિધાનસભામાં ગૃહમાં આવીને પ્રવચન કરે તો સૌએ તેમને પક્ષાપક્ષીથી પર રહીને સાંભળવા જોઈએ અને તેમાંથી કંઈક સારા વિચારો લઈને આપણે સૌએ આગળ વધવું જોઈએ. વિધાનસભામાં રાજ્યપાલશ્રીના પ્રવચનને કોંગ્રેસ પક્ષના સૌ સભ્યો દ્વારા શાંતિથી આ પ્રવચનને સાંભળવામાં આવ્યું.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note