શો બાજી કરતાં મોદીની ૫૬”ની છાતી ખોખલીઃ સોનિયા ગાંધી

  • પટનાના ગાંધી મેદાન પર સ્વાભિમાન રેલીમાં સોનિયા ગાંધી, નીતીશકુમાર અને લાલુપ્રસાદ ગર્જ્યાં
  • બિહારમાં સોનિયા, નીતીશ, લાલુનો રણટંકાર । મહાગઠબંધનના પ્રચારનો પ્રારંભ

બિહાર વિધાનસભાની ચૂંટણી માટે રવિવારે જદયુ, રાજદ, કોગ્રેસ અને સપાના મહાગઠબંધનના સંયુક્ત પ્રચાર અભિયાનનો પ્રારંભ કરતાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, જદયુના વરિષ્ઠ નેતા અને બિહારના સીએમ નીતીશકુમાર અને રાજદના અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરાં પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે મોદીએ અત્યાર સુધી શો બાજી જ કરી છે. તેના સિવાય વડા પ્રધાને અત્યાર સુધી કશું કર્યું જ નથી. નરેન્દ્ર મોદીની ૫૬ ઇંચની છાતી ખોખલી અને માત્ર દેખાડો છે. તેમણે લોકસભાની ચૂંટણીમાં મોટા મોટા વાયદા કર્યા હતા પરંતુ તેમાંથી એક પણ વાયદો પૂરો કર્યો નથી. જેના કારણે જનતાનો તેમના પરથી વિશ્વાસ ઊઠી ગયો છે.

http://www.sandesh.com/article.aspx?newsid=3117926