શુરવીર નાથા ભગત સેવા સમિતિ : 22-03-2018

  • શુરવીર નાથા ભગત સેવા સમિતિ દ્વારા “વ્યસનમુક્તિ અને શેક્ષણિક જાગૃતિ” અર્થે શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની આગેવાનીમાં 25 કિલોમીટરની ચતુર્થ પદયાત્રા યોજાઈ.
  • પોરબંદર વિસ્તારના ૧૦ હજાર જેટલા પદયાત્રીઓ વ્યસનમુક્તિના સંકલ્પ સાથે જોડાયા.

પોરબંદર વિસ્તારમાં શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્રસ્થાન સમાન વીરપુરુષ શુરવીર નાથા ભગત મોઢવાડિયાની સ્મૃતિમાં છેલ્લા ચાર વર્ષથી પોરબંદર વિસ્તારને વ્યસનમુક્ત અને શેક્ષણિક જાગૃત વિસ્તાર બનાવવાની નેમ સાથે શુરવીર નાથા ભગત સેવા સમિતિ દ્વારા પોરબંદર નજીક આવેલા રીણાવાડા ગામથી જે સ્થળે શુરવીર નાથા ભગતે અંતિમ શ્વાસ લીધા હતા તે સ્થળ નાથા ભગતની રણ ખાંભી સુધીની 25 કિલોમીટરની પદયાત્રા યોજવામાં આવે છે તે અંતર્ગત રવિવારના રોજ ચતુર્થ વ્યસનમુક્તિ અને શેક્ષણિક જાગૃતિ પદયાત્રા યોજાઈ હતી જેની દરવર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને વિરોધ પક્ષના પૂર્વ નેતા શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા એ આગેવાની લઈને પદયાત્રામાં જોડાઈને સતત 25 કિલોમીટર સુધી ૧૦ હજાર જેટલા પદયાત્રીઓ સાથે પગપાળા જોડાઈને યુવાનોને વ્યસનમુક્તિ માટે પ્રોત્સાહિત કર્યા હતા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note