શું આ જ છે ભાજપનો રાષ્ટ્રવાદ ? શું સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન ભાજપનું વાસ્તવિક જીવનશૈલી છે ? : 20-05-2019
- ભાજપ અને તેમની ભગીની સંસ્થાઓ પહેલા રાષ્ટ્રપુરુષો અને મહાત્મા ગાંધી વિરૂધ્ધ સતત ઝેર ઓકવાનું, અપમાનજનક ભાષા બોલવાની અને પાછળથી આ પ્રકારના નિવેદનોથી છેડો ફાડવાની ભાજપની નિતી
- શું આ જ છે ભાજપનો રાષ્ટ્રવાદ ? શું સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન ભાજપનું વાસ્તવિક જીવનશૈલી છે ?
એક્ઝીટ પોલમાં મોદી સરકાર આવી રહ્યાના દાવા થઈ રહ્યા છે ત્યા તો સમગ્ર દેશમાં ઠેર ઠેર ગોડસે ને મહાન વિભુતિ તરીકે મહિમા મંડન શરૂ થયુ છે. સુરતમાં પુજ્ય મહાત્મા ગાંધીની હત્યા કરનાર ગોડસેના જન્મ દિવસની ઉજવણીની દુર્ભાગ્યપૂર્ણ ઘટના બને. ભાજપ સરકાર સમગ્ર ઘટનામાં ઢાક પીછોડો કરે, પગલા ન ભરે, તે શું દર્શાવે છે ? મહાત્મા ગાંધીની વિચારસરણીને હટાવીને ગોડસેની વિચારસરણી થોપવાની સુનિયોજીત કાવતરા અંગે આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો