શિસ્ત ભંગના પગલાં લઈ તાત્કાલિક અસરથી જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યોને ૬ વર્ષ સસ્પેન્ડ કરવામાં આવ્યા

રાજ્યમાં ૩૧ જિલ્લા પંચાયત ૨૩૦ તાલુકા પંચાયતમાં અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતા પ્રમુખ-ઉપપ્રમુખ માટે યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સત્તાવાર આદેશનું ઉલ્લઘંન કરનાર સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ શિસ્ત ભંગના પગલાં લઈને તાત્કાલિક અસરથી કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલ જિલ્લા પંચાયતના ૩૫ સભ્યો અને તાલુકા પંચાયતના ૧૪૨ સભ્યોને ૬ વર્ષ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આગામી સમયમાં જરૂરી કાનૂનિ કાર્યવાહી કરીને તેમના સભ્યપદ રદ્દ થાય તે દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note