શિક્ષણ નિતીને કારણે વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું. : 25-03-2016
- ભાજપ સરકારની બેજવાબદાર શિક્ષણ નીતિના કારણે વિદ્યાર્થીઓમાં આત્મ હત્યાનું વધતું પ્રમાણ
- રાજ્ય સરકારે શિક્ષણને વેપલો બનાવી દીધો હોવાથી ઊંચી ટકાવારી છતાં રોજગારીના અભાવે જીવન – કારકીર્દિ સંકેલતા વિદ્યાર્થીઓઃ ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાત પ્રદેશ કોગ્રેંસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યુ હતું કે, ગુજરાત રાજયમાં ભાજપ સરકારની નિતી-નિયતને કારણે અતિ મોંઘુ શિક્ષણ, બેફામ ડોનેશન, બેરોકટોક ટ્યુશનપ્રથા, મોંઘુ શિક્ષણ મેળવ્યા પછી પણ રોજગારની તકો નહીં, જેના પરિણામ સ્વરૂપે ધોરણ – ૧૦ અને ૧રનાં વિદ્યાર્થીઓમાં આત્મહત્યા કરવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. અત્યારે પરીક્ષાની મૌસમમાં ધોરણ – ૧૦ અને ૧રનાં વિદ્યાર્થીઓમાં આત્માહત્યા કરવાનું વધી ગયેલું પ્રમાણ સમગ્ર સમાજ તેમજ શિક્ષણ ક્ષેત્રે માટે ખૂબ જ ચિંતાજનક છે. ધોરણ – ૧ અને ૧ર ઉપરાંત ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પણ પોતાની જીવન કારકીર્દિ ઉપર જ પૂર્ણવિરામ મુકી રહ્યાં છે. તેની સામે શિક્ષણ વિદ્રો સહિત સમગ્ર સમાજે તાકીદે જાગૃત થવાની ખાસ જરૂર છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો