શિક્ષણ ક્ષેત્રની ઘોર ખોંદનાર ભાજપ સરકારે શિક્ષણ નીતિ અંગે શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ
- શિક્ષણ ક્ષેત્રની ઘોર ખોંદનાર ભાજપ સરકારે શિક્ષણ નીતિ અંગે શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ
- છેલ્લા બે દસકામાં શિક્ષણના નામે વેપલો કરનાર ભાજપ સરકારનું ગુજરાત મોડલ શિક્ષણ ક્ષેત્રે ટોપ – ટ્વેન્ટીમાં પણ નજરે પડતું નથી – ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દાયકા દરમિયાન શિક્ષણ ક્ષેત્રની ઘોર ખોદી નાખનાર ભાજપ સરકારની ગુનાહિત બેદરકારીના કારણે શિક્ષણ નીતિમાં ગુજરાત સમગ્ર દેશમાં 4થા ક્રમેથી 22માં ક્રમે ફેંકાઈ ગયું છે. આગામી દસ દિવસમાં ધોરણ-12 અને ધોરણ-10ના પરીણામો સાથે ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની હોવા છતાં કોઇ નક્કર આયોજન અને સુવિધા નહીં કરનાર ભાજપ સરકારે વિદ્યાનો વેપલો કરનારી શિક્ષણ નીતિ માટે શ્વેતપત્ર બહાર પાડી પ્રજા સમક્ષ વાસ્તવિક્તા રજૂ કરવી જોઈએ તેવી માંગણી કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, 20મી મેની આસપાસ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને તે પછી ધોરણ-12 સામાન્ય પ્રવાહ તેમજ ધોરણ-10ના પરીણામો જાહેર થનાર છે. પરંતુ ગુજરાત સરકાર કે શિક્ષણ બોર્ડ દ્વારા કોઇ છબરડાં વિના આ પરિણામો આપવા માટે હજુ સુધી ચોક્કસ આયોજન કરવામાં આવ્યું નથી. પરીણામે માર્કશીટ મેળવવાથી લઇ સ્કૂલ સર્ટીફિકેટ, જ્ઞાતિ પ્રમાણપત્ર અને અન્ય જરૂરી પ્રમાણપત્રો મેળવવા માટે વાલી અને વિદ્યાર્થીઓએ પંદર થી વીસ દિવસ સુધી ભારે હાલાકી વેઠવી પડે છે. એ જ રીતે ધોરણ-11ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં પ્રવેશ સાથે ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરવા માટે સરકારે પ્રવેશ પ્રક્રિયા કે તે અંગેનું માર્ગદર્શન આપવા અત્યાર સુધી કંઇ જ આયોજન કર્યું નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો