શિક્ષકોને શૈક્ષણિક કામ છોડાવી ખાડા ખોદાવો તો વિધ્યાર્થીઓ એ પંકચર જ બનાવવા પડે – જયરાજસિંહ : 24-05-2018

  • વડાપ્રધાન મોદીજીની બેકાર યુવાનોને પકોડા વેચવાની સલાહ બાદ હવે ગુજરાત સરકાર કુમળા બાળકો ને પંક્ચર કરતા શીખવાડશે-જયરાજસિંહ
  • ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ ને ટાયર ના પંકચર બનાવતા શીખવાડવાનો રાજ્ય સરકારનો પરિપત્ર રૂપાણી સરકારનું માનસિક પંકચર થયું હોવાનો પુરાવો – જયરાજસિંહ
  • શિક્ષકોને શૈક્ષણિક કામ છોડાવી ખાડા ખોદાવો તો વિધ્યાર્થીઓ એ પંકચર જ બનાવવા પડે – જયરાજસિંહ
  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તાશ્રી જયરાજસિંહ પરમારે જણાવ્યું છે કે
    ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ છેલ્લા કેટલાક સમયથી જે રીતે ફતવા બહાર પાડી રહ્યો છે તે જોતાં સરકારે માનસિક દેવાળું ફુંક્યુ હોય તેવું લાગે છે.

શ્રી જયરાજસિંહે જણાવ્યું છે કે 1986માં રાજીવ ગાંધી દ્વારા અમલમાં લેવાયેલ નવી શિક્ષણ નીતિ ના ભાગ રૂપે ટેક્નિકલ શિક્ષણ અને વ્યવસાયલક્ષી શિક્ષણ ની ઘોર ખોદી નાખનાર ભાજપ સરકાર હવે બાળકોને એન્જીનીયર, ડોક્ટર કે વૈજ્ઞાનિક બનવાના સ્વપ્નો ને બદલે ટાયર પંકચર કરતા શીખવાડી કઈ દીશામા લઈ જઈ રહ્યા છે તે સમજાતું નથી.એક સમય હતો જ્યારે બાળકને સફેદ એપ્રોન પહેરાવી ગળામાં સ્ટેથોસ્કોપ ભરાવી ડોક્ટર હોવાનો અહેસાસ કરાવાતો જેથી તે બાળક નું માનસ તબીબ બનવાની દીશામા વિચારતું થાય. એન્જીનીયર ની લોખંડી પીળી ટોપી પહેરેલુ બાળક તેનો ધ્યેય ઉંચો રાખે અને હાથમાં ટેસ્ટટ્યુબ લઇને વૈજ્ઞાનિક હોય એવો મનસૂબો સેવે એ ઉદ્દેશ ધરાવતી શિક્ષણ પધ્ધતિ ભાજપે ધરાતલે પહોચાડી દીધી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note