શિક્ષકોના સંતાનોને શિક્ષણ માટે મળતી સહાય પર રોક લગાવતી ભાજપ સરકાર : 30-05-2018

  • શિક્ષકોના સંતાનોને એમ.બી.બી.એસ. અને ડેન્ટલ સહીતના શિક્ષણ માટે મળતી સહાય પર રોક લગાવતી ભાજપ સરકાર
  • શિક્ષકોના સંતાનોને સહાય પર રોક પાછળ ભાજપ સરકારે અપૂરતા ફંડનો આપ્યો હવાલો
  • ભાજપ સરકારના શિક્ષકોના સંતાનોને અન્યાય કરતાં પરિપત્ર પાછો ખેંચવા માંગ
  • હજારો બાળકોને શિક્ષિત-પ્રેરિત કરતાં શિક્ષકોના સંતાનોને જ આર્થિક સહાય તાત્કાલિક અસરથી ચુકવવામાં આવે

હજારો બાળકોને શિક્ષિત-દિક્ષિત-પ્રેરિત કરતાં શિક્ષકોના સંતાનોને આર્થિક સહાયથી વંચિત રાખતી ભાજપ સરકારે કરેલા અન્યાયી પરિપત્ર અંગે આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, “શિક્ષક કલ્યાણ રાષ્ટ્રીય નિધિ” હેઠળ શિક્ષકોના બાળકોને મેડીકલ – ડેન્ટલમાં પ્રથમ વર્ષના અભ્યાસમાં જોડાયેલ હોય તેઓને આર્થિક સહાય વર્ષ-૨૦૧૩ થી અપાઈ રહી છે. “શિક્ષક કલ્યાણ રાષ્ટ્રીય નિધિ” હેઠળ શિક્ષકોના સંતાનોને મેડીકલ-ડેન્ટલ માં પ્રવેશ મેળવેલ હોય તેઓને કોમ્પ્યુટર, પુસ્તક ખરીદી માટે રૂ.૨૫,૦૦૦ ની આર્થિક સહાયની જોગવાઈ છે. પણ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તા.૦૭/૦૫/૨૦૧૮ ના પરિપત્ર અન્વયે શિક્ષકોના બાળકો મેડીકલ-ડેન્ટલના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેઓને કોમ્પ્યુટર, પુસ્તકો ખરીદી માટે રૂ.૨૫,૦૦૦ ની આર્થિક સહાય આપી શકાય તેમ નથી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note