શાકભાજી અને જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓના બેફામ ભાવ મોંઘવારી વિરૂધ્ધમાં દેખાવો : 23-06-2016

અચ્છે દિન” ના વાયદા “બહુત હુઈ મહંગાઈ કી માર…. અબકી બાર……. ” જેવા રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકારે 125 કરોડ દેશવાસીઓ અને ગુજરાતના 6 કરોડ નાગરિકોને મોંઘવારીના એક પછી એક માર આપીને ગરીબ-સામાન્ય-મધ્યમર્ગના પરિવાર માટે જીવન દુષ્કર બનાવી દીધું છે ત્યારે ભાજપ સરકારની બેજવાબદાર નિતી, સંગ્રાહખોરી-જમાખોરીને પ્રોત્સાહન આપવાની નિતીની સામે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરપાલિકાઓમાં શાકભાજી અને જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓના બેફામ ભાવ મોંઘવારી વિરૂધ્ધમાં દેખાવો-ધરણાં-સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કાળા બજાર, સંગ્રહખોરો બેખોફ ને લીધે દાળ, ચોખા સહિતની ચીજ વસ્તુઓ થાળીમાંથી ગાયબ થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણી પૂર્વે વડાપ્રધાન એમ કહેતા કે ૧૦૦ દિવસમાં મોંઘવારી હટાવીશું, આવા વચનોથી ઉલટ મોંઘવારી ઘટવાના બદલે જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સરેરાશ ૧૦૦ થી ૪૨૦ ટકાનો વધારો થઈ ગયો છે અને ભાજપના સત્તાધીશો લાજવાના બદલે હજુ ઉત્સવો-તાયફાઓમાં મશગૂલ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો