કોંગ્રેસ દ્વારા નવા સીમાંકન પ્રમાણે 48 વોર્ડપ્રમુખોની નિમણૂક
મહાનગરપાલિકા પાલિકાની ચૂંટણી પહેલા શહેર કોંગ્રેસને ધમધમતો કરવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા નવા સીમાંકન પ્રમાણે ૪૮ વોર્ડ પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. જે આગેવાનો પોતાના ક્ષેત્ર અને વોર્ડમાં અગ્રેસર હોય અને યુવાનો તથા કાર્યકરો સાથે ઘરોબો ધરાવતા હોય તેવી વ્યક્તિઓને વોર્ડ પ્રમુખ તરીકે અગ્રતા આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ‘નવસર્જન ગુજરાત’ના નેજા હેઠળ ચૂંટણીલક્ષી કામગીરી કરવાની જાહેરાત કરી છે. જે પ્રમાણે નવા વોર્ડ પ્રમુખોની જાહેરાત કરાઈ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ સોમવારે શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના ૪૮ વોર્ડ પ્રમુખોને સત્તાવાર મંજૂરી આપી છે. આશ્ચર્યજનક વાત એ છે કે ૪૮ પૈકી માત્ર એક જ મહિલા વોર્ડ પ્રમુખની યાદીમાં સ્થાન પામી શકી છે. કુબેરનગર વોર્ડમાં લતાબહેન ભાટિયાને કોંગ્રેસના વોર્ડ પ્રમુખ બનાવામાં આવ્યા છે.
http://navgujaratsamay.indiatimes.com/ahmedabad/politics/-48-/articleshow/48243330.cms