શહેર/જીલ્લા પ્રમુખ તથા નિરીક્ષકશ્રીઓની બેઠક
આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ગુજરાત શહેર – જીલ્લા પ્રમુખશ્રીઓ તથા શહેર – જીલ્લા નિરીક્ષકશ્રીઓની એક અગત્યની બેઠક મળી હતી જેમાં એ.આઈ.સી.સી.ના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયા, શ્રી સિદ્ધાર્થ પટેલ તેમજ વરિષ્ઠ આગેવાનોએ માર્ગદર્શન આપ્યું હતું