શહીદ વીર કિનારીવાલા

તા. ૯મી ઓગષ્ટ ૧૯૪૨ ના દિવસે “ભારત છોડો”  આંદોલનના પ્રથમ દિવસે બ્રિટીશ અફસરની ગોળીનો ભોગ બનનાર શહીદ વીર કિનારીવાલાના શહીદ સ્મારક ગુજરાત કોલેજ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ શહીદ વીર કિનારીવાલાને પુષ્પાંજલી અર્પણ કરી, દેશ માટે ન્યોછાવર થનાર શહીદોના બલિદાનની યશોગાથા યાદ કરી હતી.