વ્યાપારની સમજણ તો ગુજરાતના ડી.એન.એ. માં છે પણ ભાજપે ગુજરાતીઓને પાયમાલ કર્યા. : 03-10-2020

  • ઉદ્યોગકારો, ટ્રેડર્સ અને રિટેલરોને પડતી હાલાકિયો અને કનડગત સામે લિખિત રજુઆત કરવા કોંગ્રેસ દ્વારા ‘‘હેલ્પડેસ્ક’’નું શુભારંભ કરવામાં આવ્યું.
  • ગુજરાતના તથાકથીત નાથ, ગુજરાતને બનાયુ અનાથ.
  • વ્યાપારની સમજણ તો ગુજરાતના ડી.એન.એ. માં છે પણ ભાજપે ગુજરાતીઓને પાયમાલ કર્યા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતમાં વધતુ ભ્રષ્ટાચાર, વધતી આર્થિક અરાજકતા, બંધ થતા નાના મોટા વ્યાપાર અને આર્થિક અકળામણને અનુભવાતી નાના તથા મધ્યમ ઉદ્યોગોની આવાજને વાચા આપવા તથા સંપૂર્ણ સહકાર સાથે નીતિગત સહયોગ આપવા અને એમનાં મુદ્દાઓને યોગ્ય સ્થળે રજુઆત કરી એનુ નિરાકરણ લાવવા માટે ઓલ ઈન્ડીયા પ્રોફેશનલ કોંગ્રેસના પ્રમુખ ડૉ. શશિ થરૂજી દ્વારા એક ‘‘હેલ્પડેસ્ક’’ નું ડિજીટલ શુભારંભ કરવામાં આવેલ છે. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા તથા એ.આઈ.પી.સી. સેલના પ્રમુખશ્રી સી.એ. કૈલાશદાન ગઢવી ઉપસ્થિત રહ્યા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note