વોટબેન્ક માટે ઉપયોગ કરાયેલાં પાટીદાર સમાજ ઉપરના અત્યાચારો માટે જાહેર ચર્ચા કરવા ડે.સીએમ નિતીન પટેલને પડકાર : 06-03-2017

  • ભાજપ દ્વારા માત્ર વોટબેન્ક માટે ઉપયોગ કરાયેલાં પાટીદાર સમાજ ઉપરના અત્યાચારો માટે જાહેર ચર્ચા કરવા ડે.સીએમ નિતીન પટેલને પડકારઃ ડૉ. હિમાંશુ પટેલ
  • પાટીદાર સમાજનાં બુઝર્ગ નેતા આત્મારામ પટેલનું ધોતીયું ખેંચનાર ભાજપ અને તેનાં આકાઓની હિટલરશાહી સામે કેશુબાપાએ કહેવું પડ્યું હતું, ‘મારો વાંક શું… ? ગુનો શું ?

ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીએ સત્તા મેળવવા માટે ખેડૂતો અને ખાસ કરીને પાટીદાર સમાજનો વોટબેન્ક તરીકે ઉપયોગ કર્યા બાદ છેલ્લા બે દશકામાં વ્યાપક અત્યાચારો સાથે શરમજનક અન્યાય કર્યો હોવાનું જણાવતા કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે ૩૨ વર્ષના જુનાં ગાણાં ગાઈ રહેલાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પાટીદાર સમાજને થઈ રહેલાં અન્યાય અને ત્રાસ અંગે ખુલ્લામાં જાહેર ચર્ચા કરવા પડકાર ફેંક્યો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note