વૈશ્વિક મહામારી કોરોનાનાં કપરા સમયમાં રાજ્યના નાગરીકોનાં સ્વાસ્થ્ય માટે વેન્ટીલેટર ખરીદવાને બદલે… : 06-06-2020
વૈશ્વિક મહામારી કોરોનાનાં કપરા સમયમાં રાજ્યના નાગરીકોનાં સ્વાસ્થ્ય માટે વેન્ટીલેટર ખરીદવાને બદલે સત્તા મેળવવા-ટકાવવા ધારાસભ્યોનું ખરીદ –વેચાણ સંધની દુકાન ચાલું કરી આચરેલી અનૈતિકતા અને રાજ્યનાં સાડા છ કરોડ નાગરીકોના સ્વાસ્થ્યને ભગવાન ભરોસે છોડનાર ભાજપ સરકાર પર આકરા સવાલો કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્યપ્રવક્તા ડૉ.મનીષ દોશી એ જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકાર આરોગ્ય અને જાહેર સ્વાસ્થ્ય મોરચે સપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે. યેનકેન પ્રકારને ચુંટણી જીતવી તેની રણનીતિ ઘડવાને બદલે ગુજરાત દેશમાં કોરોનામાં પ્રથમ ક્રમનાં મૃત્યુ દરમાંથી કેમ બહાર આવે એની રણનીતિ ઘડે તો રાજ્ય અને નાગરીકોનું ભલું થશે. સરકારી હોસ્પીટલોમાં કેટલા “ઘમણ” ચાલુ અવસ્થા કે બંધ છે? અને કેટલા ઉપયોગમાં લેવાયા તેનો આંકડો જાહેર કરે, ગુજરાત જાણવા માંગે છે. અણઘડ વહીવટ અને ઘોર બેદરકારીને પગલે સિવિલમાં અત્યાર સુધી કેટલા દર્દીઓ મૃત્યુ પામ્યા?
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો