વિસ્તૃત કારોબારી બેઠક

કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી બેઠક આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, સિધ્ધાર્થભાઈ પટેલ, રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલ, એ.આઈ.સી.સી. ના મંત્રીશ્રી ઈરશાદ બેગ મિરઝા, શ્રી દિપકભાઈ બાબરીયા, શ્રી પરેશભાઈ ધાનાણી, પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. તુષારભાઈ ચૌધરી, શ્રી નારણભાઈ રાઠવા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી મોહનસિંહ રાઠવા, વિપક્ષના પૂર્વ નેતાશ્રી નરેશભાઈ રાવલ સહિત કારોબારી સભ્યશ્રીઓ, વિશેષ આમંત્રિત, કાયમી આમંત્રિત, પ્રદેશ પદાધિકારી, ધારાસભ્યશ્રીઓ, શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી-ઉપપ્રમુખશ્રી અને કારોબારી ચેરમેનશ્રીઓ, ફ્રન્ટલના વડાશ્રીઓ, સેલ-ડિપાર્ટમેન્ટના ચેરમેનશ્રીઓ, જિલ્લા નિરીક્ષકશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.