વિશ્વ હિન્દુ પરિષદ અચાનક સંમેલન : 25-03-2017
માનવતાના સામે લાગે ફિક્કો, વિશ્વ હિન્દુ પરિષદના સિક્કો” – ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અચાનક સંમેલન યોજવા જઈ રહ્યું છે. આ બાબતને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. હિમાંશું પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં પાટીદારો પર ભાજપ સરકારે જુલમ ગુજાર્યો. દલિત સમુદાયના ભાઈઓ પર અત્યાચાર આચરવામાં આવ્યો. ખેડૂતો પર પણ ભાજપ સરકાર સિતમ ગુજરી રહી છે. સરકારી કર્મચારીને વારંવાર સરકાર ધમકી આપીને ઝુકાવવાની કોશિશ કરી રહી છે. આ બધી ઘટનાઓ ગુજરાતમાં બની રહી છે અર્થાત ભાજપ સરકાર ગુજરાતની જનતાજનાર્દન પર સિતમ ગુજારી રહી છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના પ્રવિણ તોગડીયા કયાં ખોવાઈ ગયા હતાં ? શું ગુજરાતના અન્ય સમુદાયના લોકો હિન્દુ નથી ? આ સવાલનો જવાબ આપવો પડશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો