વિધાનસભાની ૧૮૨ બેઠકો પ્રમાણે નિરીક્ષકોની મહત્વની બેઠક : 27-03-2017

“ગુજરાત કહે છે, કોંગ્રેસ આવે છે” આ સંકલ્પ સાથે ગુજરાત વિધાનસભા-૨૦૧૭ ની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૧૮૨ વિધાનસભા ક્ષેત્ર માટે કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોની તા. ૨૭મી અને તા. ૨૮ મી માર્ચ, ૨૦૧૭ એમ બે દિવસ માટે જિલ્લા મથકોએ નિરીક્ષકો અને વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં સાંભળવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ૧૮૨ વિધાનસભા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા સ્થાનિક કક્ષાએ રજૂઆતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આજ રોજ વિવિધ જિલ્લાઓની ૧૦૦ થી વધુ વિધાનસભા બેઠકો માટે આજરોજ કામગીરી પૂર્ણ થવા આવી છે. બાકી રહેતી બેઠકો માટે આવતી કાલ તા. ૨૮મી ના રોજ કામગીરી હાથ ધરાશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note