વિધાનસભાની ચૂંટણી પછી ભાજપનાં તમામ નેતા ‘પ્રવાસી’ થઈ જશે : 16-10-2017
- વિધાનસભાની ચૂંટણી પછી ભાજપનાં તમામ નેતા ‘પ્રવાસી’ થઈ જશેઃ કોંગ્રેસ
- વડાપ્રધાનને ગુજરાતનું ગૌરવ હોત તો વારાણસીનાં ભોગી ના બન્યા હોત, ૨૦ વર્ષમાં ગુજરાતમાં અધોગતિથઈ છેઃ ડૉ. હિમાંશુ પટેલ
કોંગ્રેસનાં ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીને પ્રવાસી પક્ષી ગણાવતાં ભાજપનાં પ્રદેશ પ્રમુખને કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે સીધો પ્રશ્ન પૂછતાં જણાવ્યું છે કે, જો નરેન્દ્ર મોદીને ગુજરાતી તરીકેનું ગૌરવ હોય તો વડોદરાનાંસાંસદ તરીકે રાજીનામું આપી વારાણસીનાં ભોગી બનવાનું કેમ પસંદ કર્યું ? એ જ રીતે અમેઠી અને ચંદીગઢમાં હારી જનાર સ્મૃતિ ઈરાની તથા અરૂણ જેટલી ગુજરાતમાં રાજ્યસભા માટે ક્યાંની ચકલી છે તે પણ જાહેર કરવું જોઈએ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો