વિદેશોમાં 16 વાર કપડાં બદલે છે પીએમ મોદી, ખેડૂતો-મજુરો માટે નથી સમય: રાહુલ ગાંધી

વિધાનસભા ચૂંટણી પ્રચારમાટે બિહાર પહોંચેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે બીજેપી અને પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતાં. શેખપુરાના બરબીઘામાં થયેલી ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદીએ વિદેશમાં 16 વખત કપડા બદલ્યા હતાં. રાહુલ ગાંધીએ એવુ પણ કહ્યું હતું કે, તેમના ટોકવાથી મોદીએ આ વખતની અમેરિકાની વિદેશ યાત્રામાં સૂટ-બુટ છોડી દીધા હતાં અને કુર્તામાં જોવા મળ્યા હતાં.
મોદીના સૂટ પર જ કર્યું ફોકસ
રાહુલે બિહારના સીએમ નીતિશ કુમારના વખાણ કર્યા હતાં. રાહુલે તેમની સરખામણી મોદી સાથે કરતા કહ્યું હતું કે નીતિશ હંમેશા સફેદ રંગના પહેરવેશમાં જ જોવા મળે છે. રાહુલની સ્પીચ મોદીના સૂટની આજુ આજુ જ ફરતી હતી. રાહુલે કહ્યું છે કે, મોદી વડાપ્રધાન બન્યા તો તેમણે રૂ. 15 લાખનો સૂટ પહેરી લીધો. મે સાંસદમાં કહ્યું કે, આતો સૂટ-બુટની સરકાર છે. મોદીજી સમજે છે કે માત્ર સૂટ-બુટ વાળા અને અમીર લોકો જ સારા સૂચન આપી શકે છે. ત્યારપછી તેમણે એક જોક્સ કહીને લોકોને મોદીના વિચારો વિશે જણાવ્યું હતું.
બીજેપી ઝગડા કરાવે છે
રાહુલે કહ્યું કે, બીજેપી અને શિવસેનાવાળા લોકો મહારાષ્ટ્રમાંથી બિહારના લોકોને ભગાડે છે. તેમ છતા મોદીજી કશુ નથી કહેતા. જ્યાં પણ ચૂંટણી થાય છે ત્યાં બીજેપી લોકોને ઝગડાવવાનું કામ કરે છે. હિન્દુને મુસ્લિમ સાથે લડાવવામાં અને મહારાષ્ટ્રમાં બિહારના લોકો માટે ગુસ્સો ઉપજાવવાનું કામ કરે છે મોદીજી.
રાહુલે કહ્યું, સાવધાન રહે જનતા
આ પહેલા બેગુસરાય જિલ્લાના બછવાડામાં ચૂંટણી રેલી સંબોધતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બીજેપી પર પ્રહાર કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે ચૂંટણી જીતવા માટે ભાજપ રમખાણો પણ કરાવે છે. જ્યારથી ભાજપની સરકાર બની છે ત્યારથી તેમણે રમખાણો જ કરાવ્યા છે. ભાજપ એક ધર્મને બીજા ધર્મ સાથે અને એક રાજ્યને બીજા રાજ્ય સાથે ઝગડાવવાનું જ કામ કરે છે. જ્યાં પણ ચૂંટણી થાય છે ત્યાં ભાજપ રમખાણો કરાવે છે. તેથી બિહારની જનતાએ પણ હવે સાવધાન રહેવાની જરૂર છે.
 http://www.divyabhaskar.co.in/news/NAT-pm-modi-change-16-time-clothes-in-abroad-5134850-PHO.html