વિદેશમંત્રીને લખાયેલ પત્ર : 04-03-2017
અમેરિકામાં ગુજરાતી અને ભારતીય પરના હિંસક હુમલાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ભારતીયો અને ગુજરાતીઓની સલામતી માટે ચિંતા વ્યક્ત કરીને યોગ્ય પગલા ભરવા કેન્દ્રના વિદેશ મંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજને પત્ર લખતાં યોગ્ય પગલાંની અપેક્ષા સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આજે હું ગુજરાતના માત્ર એક કોંગ્રેસજન તરીકે નથી લખી રહ્યો પરંતુ એક ચિંતિત ભારતીય નાગરિક તરીકે લખી રહ્યો છું કારણ કે, અમારા ગુજરાતી સમુદાયના હરનીશ પટેલ, રહે. લેન્કેસ્ટર કાઉન્ટી, સાઉથ કેરોલીના, યુ.એસ.એ. ની હત્યા એવા સમયે કરવામાં આવી છે જેના ટૂંક સમય પહેલા જ શ્રીનિવાસ કુચીબોલ્ટાએ પોતાનું જીવન નફરતની ગોળીથી ગુમાવ્યું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો