વિઝન ડોક્યુમેન્ટ |કૉંગ્રેસનું અમદાવાદીઓને વચન

પ્રોપર્ટી ટેક્સ ઘટાડાશે, ગીચ વિસ્તારમાંથી BRTS હટાવાશે

કૉંગ્રેસેઅમદાવાદ માટે વિઝન ડોક્યુમેન્ટ 2015-2020 ‘અતુલ્ય અમદાવાદ’ના વિઝન સાથે જાહેર કર્યું હતું. શહેર કોંગ્રેસના પ્રમુખ ચેતન રાવલે ભાજપે 10 વર્ષમાં અમદાવાદીઓને પ્રોપર્ટી ટેક્સમાં 200 ટકા વધારાનો અસહ્ય બોજ આપ્યો છે, તે ઘટાડવાની જાહેરાત કરી હતી. ઉપરાંત ગીચ વિસ્તારમાં બીઆરટીએસને કારણે ભારે હાડમારી પડતી હોવાથી તેનું મૂલ્યાંકન કરીને જરૂર જણાય ત્યાંથી બીઆરટીએસ હટાવવાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભાજપે પહેલા મેગા સિટી પછી મેટ્રો સિટી અને હવે સ્માર્ટ સિટી જેવી જાહેરાત કરી પણ અમદાવાદ ભૂવા, ખાડા નગરી બની ગઈ છે. કૉંગ્રેસ માત્ર જાહેરાતોનું નહીં, જાહેર હિતનું શાસન આપશે તેવી કટિબદ્ધતા શહેર પ્રમુખે વ્યક્ત કરી હતી.અમદાવાદમાં 22 ટકા વિસ્તારમાં પીવાનું પાણી પહોંચતુ નથી, 24 ટકા વિસ્તારમાં ડ્રેનેજ નથી. સંજોગોમાં કૉંગ્રેસ 24 કલાક પાણી પૂરું પાડશે. કોર્પોરેશનની સ્કૂલમાં વિદ્યાર્થીદીઠ રૂ. 43 હજારથી વધુ રકમ ખર્ચાતી હોવા છતાં એક વર્ગમાં એકથી પાંચ ધોરણના વિદ્યાર્થીઓને એક સાથે બેસાડવા પડે તેવી સ્થિતિ છે. પ્રસંગે કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા બદ્દરૂદીન શેખ, ધારાસભ્ય શૈલેષ પરમાર, પંકજ શાહ હાજર રહ્યા હતા.

http://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-MAT-latest-ahmedabad-news-033525-3041771-NOR.html