વિજળી-ખાતર-ભાવ વધારાનો વિરોધ – લાઈટ બીલની હોળી કરી મોંઘવારી વિરૂધ્ધમાં દેખાવો
“અચ્છે દિન” ના વાયદા “બહુત હુઈ મહંગાઈ કી માર…. અબકી બાર……. ” જેવા રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકારે 125 કરોડ દેશવાસીઓ અને ગુજરાતના 6 કરોડ નાગરિકોને મોંઘવારીના એક પછી એક માર આપીને ગરીબ-સામાન્ય-મધ્યમર્ગના પરિવાર માટે જીવન દુષ્કર બનાવી દીધું છે ત્યારે ભાજપ સરકારની બેજવાબદાર નિતી, સંગ્રાહખોરી-જમાખોરીને પ્રોત્સાહન આપવાની નિતીની સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા સહિતના આગેવાનો મોંઘવારી વિરૂધ્ધના જનઆંદોલનના ભાગરૂપે તા. ૨૯મી જૂન બુધવારે બપોરે ૩-૩૦ કલાકે કોચરબ આશ્રમ, પાલડી થી જે. પી. ચોક, ખાનપુર ખાતે ઉંટગાડી, બળદગાડું, સાયકલ સહિત પદયાત્રીઓ રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં જોડાશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો