વિજય શંખનાદ સંમેલન-૨૦૧૭’ : 08-09-2017

અમદાવાદ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા આજરોજ ધંધુકા ખાતે યોજાયેલ ‘વિજય શંખનાદ સંમેલન-૨૦૧૭’ માં મોટી સંખ્યામાં યુવાનોને સંબોધન કરતા અખિલ ભારતીય યુથ કોંગ્રેસના પ્રમુખશ્રી અમરિન્દરસિંગ રાજા બ્રારે જણાવ્યું હતું કે, ભાજપ સરકારે યુવાનો સાથે છેતરપીંડી કરી છે. લોકસભાની ચૂંટણી સમયે દર વર્ષે બે કરોડ નવી નોકરીની વાતો કરનાર મોદી સરકાર આજે દોઢ લાખ નોકરી પણ દેશના યુવાનોને આપી શકી નથી. જે સરકાર યુવાનો સાથે રમત રમે છે તેને સત્તામાંથી ઉખાડી ફેંકવાનો સમય આવી ગયો છે. યુથ કોંગ્રેસ ગુજરાતમાં ભાજપ સરકારને હટાવવા માટે તમામ મોરચે લડત આપશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note