વિચાર વિમર્શ બેઠક : 16-03-2016
રાજ્યની ૨૩ જિલ્લા પંચાયત અને ૧૩૬ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષને જનસમર્થન-જનઆશીર્વાદ મળ્યા ત્યારે જીલ્લા પંચાયત દ્વારા સુદ્રઢ વહીવટ અને સામુહિક વિકાસના કાર્યો થકી પ્રજા સુખાકારી શાસન માટે માર્ગદર્શન આપવા એ.આઈ.સી.સી.ના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામતજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા સાથે વિચાર વિમર્શ બેઠકનું તા. ૧૪મી માર્ચ થી ત્રણ દિવસ માટે રાજકોટ, હિંમતનગર અને વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૩ જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. ભાજપ શાસનમાં કાયદો વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિ, પાણીની વિષમ સ્થિતિ, મહિલાઓ પરના અત્યાચાર, ખેડૂતોને થતો અન્યાય, યુવાનોને રોજગારીનો પ્રશ્ન, ફિક્સ પગારના નામે રાજ્ય સરકારની શોષણ નિતી સહિતના પ્રજાલક્ષી પ્રશ્નો માટે કોંગ્રેસ પક્ષ આંદોલનાત્મક કાર્યક્રમો આપશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો