વિચાર વિમર્શ બેઠકનું ત્રણ દિવસ માટે આયોજન : 11-03-2016

રાજ્યની ૨૩ જિલ્લા પંચાયત અને ૧૩૬ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષને જનસમર્થન-જનઆશીર્વાદ મળ્યા ત્યારે જીલ્લા પંચાયત દ્વારા સુદ્રઢ વહીવટ અને સામુહિક વિકાસના કાર્યો થકી પ્રજા સુખાકારી શાસન માટે માર્ગદર્શન આપવા એ.આઈ.સી.સી.ના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામતજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા સાથે વિચાર વિમર્શ બેઠકનું ત્રણ દિવસ માટે આયોજન કરવામાં આવેલ છે જેમાં જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં કોંગ્રેસ પક્ષના સિધ્ધાંતો, પંચાયતી રાજનું અસકારક અમલીકરણ, પ્રજાને લગતાં પ્રશ્નો, સમસ્યા બાબતે હકારાત્મક અભિગમ અંગે વરિષ્ઠ નેતાઓ માર્ગદર્શન આપશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note