વિચારધારા એ કોઈ વસ્ત્ર નથી જે બદલી નખાય પરંતુ શરીરમાં વહેલા લોહી સમાન છે : જીગ્નેશ મેવાણી : 20-05-2022

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે વડગામના ધારાસભ્યશ્રી જીગ્નેશભાઈ મેવાણીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સ્વતંત્રતાના આંદોલનનું નેતૃત્વ કર્યું અને દેશને આઝાદી અપાવી. તમામ જ્ઞાતિ, ધર્મ અને સમુદાયના લોકોનું સર્વાંગી સંપૂર્ણ એક સરખો વિકાસ થાય તેવા આશયથી જગતનું સર્વશ્રેષ્ઠ બંધારણ આપ્યું.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note