વાલીઓ પાસેથી બેફામ ફી, ડોનેશન, લૂંટફાટ ચલાવતી શૈક્ષણિક સંસ્થાઓ સામે પગલાં ભરવાને બદલે ભાજપ શાસકો આશીર્વાદ આપી રહ્યાં : 05-01-2018

  • વાલીઓ પાસેથી બેફામ ફી, ડોનેશન, લૂંટફાટ ચલાવતી શૈક્ષણિક સંસ્થાઓ સામે પગલાં ભરવાને બદલે ભાજપ શાસકો આશીર્વાદ આપી રહ્યાં છે.
  • શિક્ષણ સ્તર સુધારવામાં નિષ્ફળ ભાજપ સરકાર ખાનગી સ્કૂલોને આપ્યા લૂંટફાટના પરવાના.

ભાજપ સાથે ઘરોબો ધરાવતી આ મોટી મોટી સ્કૂલો દ્વારા ફી નિયમન કાયદાને ધોળીને પી ગયા હોય તેમ જણાઈ રહ્યું છે ત્યારે સી.બી.એસ.ઈ અને આઈ.સી.એસ.સી. દ્વારા બોર્ડની મોટી મોટી ફી ઉઘરાવતી સંસ્થાએ ફીમાંથી ૧૦ થી ૫૦ ટકા નો વધારા સામે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, શિક્ષણનું પવિત્ર કાર્ય કરતી સ્કૂલોના આ કુમળા બાળકોને ભણાવવાની જવાબદારી સરકારની છે ત્યારે સ્કૂલોની પરવાનગી આપતા સમયે મોટા ભ્રષ્ટાચાર અને આવી સ્કૂલો સાથે લેતી દેતી કરનાર ભાજપ સરકારે સરકારી સ્કૂલોને બંધ કરાવી, સ્કૂલોમાં પુરતા શિક્ષકોની ભરતી ન કરવી, સ્કૂલોમાં પાયાની સુવિધાઓ નહીં આપવી અને સરકારી શિક્ષણ માળખાને તોડી પાડી, ખાનગી શિક્ષણને પ્રોત્સાહન આપી, લૂંટફાટ કરવાની પૂરતી તકો ભાજપ શાસકોએ ગુજરાતના વિદ્યાર્થી-વાલીઓ પર થોપી દીધી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note