વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ સરકારી તિજોરીના નાણાંમાંથી થાય છે કે ભાજપના નાણાંથી : 09-01-2017
- વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ સરકારી તિજોરીના નાણાંમાંથી થાય છે કે ભાજપના નાણાંથી?
- રાજ્યના નાગરિકોના નાણાંથી ભાજપનો પક્ષીય પ્રચાર કેટલે અંશે વ્યાજબી?
સરકારી તિજોરીના કરોડો રૂપિયાના ખર્ચે યોજતા વાયબ્રન્ટ-૨૦૧૭ કાર્યક્રમ ભાજપ પક્ષનો કાર્યક્રમ હોય તે રીતે ઠેર ઠેર હોર્ડીંગ્સો લાગ્યા છે. રાજ્યના નાગરિકોની પરસેવાની કમાણી પર મોટા પાયે વસૂલાતો ટેક્ષના નાણાંનો પ્રજાકીય હેતુ સામાજિક કલ્યાણ ને બદલે પક્ષીય પ્રચાર માટે વપરાઈ રહ્યો છે. ત્યારે સરકારી નાણાંનો પક્ષીય પ્રચાર માટે થતો ઉપયોગ ગરેકાયદેસર છે તે નાણાં તાત્કાલિક સરકારી તિજોરીમાં જમા થવા જોઈએ તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત વર્ષ ૨૦૦૩ થી યોજાઈ રહ્યાં આજે સાત સાત વાયબ્રન્ટ પછી કરવામાં આવેલા અબજો રૂપિયા મૂડી રોકાણ અને લાખો રોજગારીના દાવા પોકળ સાબિત થઈ રહ્યાં છે. ગુજરાત નવા મૂડીરોકાણમાં ચોથા ક્રમાંકે અને વિદેશી મૂડી રોકાણમાં પાંચમાં ક્રમાંકે ધકેલાઈ ગયું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો