વન અધિકાર કાયદાની અવહેલના બદલ ગંભીર ચિંતા વ્યક્ત કરતાં – અહેમદ પટેલ : 22-01-2016

આદિજાતિ બાબતોના મંત્રાલયના વન સંચાલન અને વન પેદાશોના શ્વેતપત્ર અંગે મહારષ્ટ્ર સરકારને સંપૂર્ણ સત્તા સોંપી હોવાનું ધ્યાન ઉપર આવતા કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને સાંસદ શ્રી અહેમદભાઈ પટેલે આદિજાતિ બાબતોના કેન્દ્રિય પ્રધાન શ્રી જુઆલ ઓરામને એક પત્ર લખીને વન અધિકાર કાયદા હેઠળ દેશના આદિવાસી સમાજના હક્ક અને અધિકાર અંગે તાકીદે પગલાં ભરવાની માંગ કરતાં જણાવ્યું હતું કે, આદિજાતિ મંત્રાલય દ્વારા વહીવટી મંજૂરી દ્વારા વન સંચાલન અને વન પેદાશોના શ્વેતપત્ર અંગે મહારષ્ટ્ર સરકારને સંપૂર્ણ સત્તા આપવાની બાબત સંસદમાં પસાર કરવામાં આવેલ વન અધિકાર કાયદા, ૨૦૦૬ ની સંપૂર્ણપણે અવહેલના સમાન છે. વન અધિકાર કાયદો, ૨૦૦૬ માં એવું સ્વીકારવામાં આવ્યું હતું કે, દેશના જંગલોની આસપાસ રહેતા આદિવાસી સમૂદાય તેના સંસાધનો અને પેદાશોના સાચા હકદાર બનશે. વન અધિકાર કાયદાનો હેતું જ શોષણ અને ભેદભાવના લાંબા ઈતિહાસ સામે ટકી રહેલા આદિવાસી લોકોને કાનૂની રીતે અમલી બની શકે તેવા વ્યાપારી અધિકારો આપવાનો હતો.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

Latter.docx