વડોદરા શહેર કોંગ્રેસ નિરીક્ષકોની સભા વડોદરા ખાતે
આજે સવારના ૧૧ વાગ્યાથી ર્સિકટ હાઉસ ખાતે નિરીક્ષકોની બેઠક શરૂ થઈ ગઈ હતી. નિરીક્ષક ડો. તુષાર ચોૈધરી, રેખાબેન ચૌધરીની હાજરી જોવા મળી હતી. કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવનારાઓની તો ર્સિકટ હાઉસ પર લાઈનો પડી હતી. શરૂઆતમાં તો બન્ને નિરીક્ષકોએ ભેગા મળીને દાવેદારોને વન ટૂ વન સાંભળવાની શરૂઆત કરી પછી બપોરે બે વાગે ટિકિટ વાંચ્છુઓ વધારે હોવાથી બન્ને નિરીક્ષકોએ અલગ અલગ રીતે રજૂઆતો સાંભળી હતી.