વડોદરા જિલ્લાના ભાજપના પૂર્વ મંત્રી તેમજ ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા શ્રી ઉપેન્દ્રસિંહ ગોહિલ આજે કોંગ્રેસમાં જોડાયા : 22-09-2017

રાજ્યની ભાજપ સરકારની પ્રજા વિરોધી નિતીના કારણે સર્વ સમાજ, સર્વ વર્ગના લોકો પરેશાની અનુભવી રહ્યાં છે. ભાજપ સરકાર દ્વારા જે રીતે ખેડૂતો, વેપારીઓ, યુવાનો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને સામાન્ય – મધ્યમ વર્ગના લોકોને અન્યાય થઈ રહ્યો છે. તેનાથી વ્યથિત થઈને સર્વ સમૂદાયને ભાજપ સરકાર સામે આક્રોશ છે ત્યારે વડોદરા જિલ્લાના ભાજપના મહત્વના આગેવાન અને પૂર્વ મંત્રી તેમજ ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા શ્રી ઉપેન્દ્રસિંહ ગોહિલ આજે કોંગ્રેસમાં જોડાયા છે. તેમની સાથે જોડાયેલા જિલ્લાના સર્વ કાર્યકરોને કોંગ્રેસમાં આવકારતાં કોંગ્રેસ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ૨૦૧૭ માં નવસર્જન ગુજરાત નું લક્ષ્ય સૌના સહયોગથી સિધ્ધ થશે. ભાજપની ભેદભાવ ભરી નિતીથી સૌ વાકેફ છે. ત્યારે આજે ભાજપ છોડીને કોંગ્રેસની વિચારધારાને અપનાવનાર સૌનો હ્રદયપૂર્વક સ્વાગત કરું છું તેમજ કોંગ્રેસમાં સૌનું ધ્યાન રાખવામાં આવશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note