વડાપ્રધાનના માતૃશ્રીને મહિલા કોંગ્રેસ દ્વારા પોસ્ટકાર્ડ : 15-02-2017
આ પત્ર આપને કચ્છ નલિયામાં બનેલી કાળજું કંપાવી દેનાર ઘટનાથી માહિતગાર કરવા સોપ્યો છે. આપને રાજનીતિ સાથે સીધો સબંધ નથી, પણ જયારે એક દીકરીની લાજ લુંટાઈ હોય અને તેને ન્યાય મળવાને બદલે ચરિત્રહનન કરી બળાત્કારીઓને બચાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. ત્યારે એક દીકરીનું દર્શ “માતા”થી વિશેષ કોણ સમજી શકે. કોઈપણ રાજકીય હેતુ સિવાય માત્ર માતૃભાવ સાથે દેશની દીકરીઓ આપની પાસે મદદ માંગે છે આપ દેશના વડાપ્રધાનના માતૃશ્રી છો. નોટબંધીના કપરા સમતે પોતે લાઈનમાં ઉભા રહી નાગરિકોને સરકારનો સાથ આપવાનો ગર્ભિત સંદેશ આપેલ. તેની પ્રસાર માધ્યમો અને જનતાએ નોંધ લીધેલી. આપના આ કાર્યથી જ ઉદભવેલી અપેક્ષાને કારણે જ આપના વાત્સલ્યની આધા જન્મી છે. દેશની તમામ દીકરીઓ વતી અમે સૌ બહેનો સર્વસ્વ ગુમાવી બેઠેલી નલિયાની દીકરીની પડખે ઉભા રહી ગુનેગારોને તરપત કરવાનો સંદેશ સરકારને આપી નરાધમોના હાથે વિખાતી બીજી કેટલીક દીકરીઓને બચાવી લેવા પ્રાર્થના કરીએ છીએ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો