લોક સકરાર મોબાઈલ એપ્લીકેશન લોન્ચિંગ : 12-10-2018
રાજ્યમાં ૨૩ વર્ષથી ભય, ભ્રમ, ભ્રષ્ટાચાર અને ધૃણાની રાજનીતિ કરી સત્તામાં રહીને સતત પ્રજાને અન્યાય કરનાર ભાજપા સરકારમાં પ્રજાનો અવાજ સંભળાય અને તેમના હક્ક-અધિકાર માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજીવ ગાંધી ભવન ખાતે “લોક સરકાર મોબાઈલ એપ્લીકેશન”ને લોન્ચ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપના ૨૩ વર્ષના શાસનમાં પ્રજા આજે ત્રસ્ત થઈ ચુકી છે. જેમાં પણ સરકારના અલગ અલગ વિભાગો હોવા છતાં આજે લોકોને પોતાની ફરિયાદ ક્યાં કરવી તેની કોઈ જાણકારી નથી. તેમજ રાજ્યની આ અસંવેદનશીલ સરકાર માટે લોકપ્રશ્નો ગૌણ બન્યા છે. તેમજ લોકોની સમસ્યાની ગુંજ પણ તેના બહેરા કાને અથડાતી નથી. આ સરકારના શાસનમાં પ્રજાનો અવાજ બુલંદ થવાને બદલે દબાયો છે. તેમજ જો લોકો જેમ તેમ કરીને ફરિયાદ કરી પણ લે તો તેનું શું થયું અને ફરિયાદનો નિકાલ ક્યારે થશે તેની કોઈ જ જાણકારી નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો