લોકોની તકલીફ અંગે કોંગ્રેસ લડાઈ લડશે : અમિત ચાવડા
ગુજરાત પ્રદેશ પ્રમુખ બન્યા પછી અમિત ચાવડાએ પહેલવહેલી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે યુવાનોને કોંગ્રેસમાં જોડાવવા હાકલ કરી હતી. તેમણે કોંગ્રેસ લોકોની તકલીફો અંગે લડાઈ લડશે તેમ જણાવ્યું હતું. અમિત ચાવડાએ પોતાની પહેલી જ પત્રકાર પરિષદમાં ભાજપને આડેહાથે લીધી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપની રૂપાણી સરકાર ગૃહમાં કેગના અહેવાલ પર ચર્ચા ન થાય એટલે છેલ્લે દિવસે જ ગૃહમાં મૂકે છે.
અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આરોપ લગાવતા કહ્યું હતું કે કૌભાંડો છુપાવવા BJP છેલ્લા દિવસે ગૃહમાં મુકે છે. CAGના રિપોર્ટની ચર્ચા ન થાય તે માટે છેલ્લાં દિવસે લવાય છે. અહેવાલ વહેલો મુકાય તો તેના પર ચર્ચા થઈ શકે.
અમિત ચાવડાએ કોંગ્રેસને મજબૂત કરવા અને હોશ તેમજ જોશથી બુથ સુધીનું મેનેજમેન્ડ કરવા નેમ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના સંગઠન અંગે ચર્ચા વિચારણાં કરીશું. હોશ અને જોશથી બુથ સુધીનું મેનેજમેન્ટ કરીશું. યુવાનોનું સંગઠન જે ખુટે છે તે ત્યાં યુવાનોને જોડીશું.
http://sandesh.com/congress-will-raise-issue-which-gives-trouble-to-people-says-amit-chavda/